જાહેર વિતરણ વ્‍યવસ્‍થાનું આધુનિકરણ

બારકોડેડ રેશન કાર્ડ

જાહેર વિતરણ વ્‍યવસ્‍થામાં થતી ગેરરીતિઓ, લીકેજ અને ડાયવર્ઝન રોકવા યોગ્‍ય લાભાર્થીઓને યોગ્‍ય કેટેગરીનું રેશનકાર્ડ મળે તેમજ લાભાર્થીઓને મળવાપાત્ર જથ્‍થો ધોરણસર અને સમયસર મળી રહે તે માટે વર્ષ ર૦૧૦માં રાજય સરકારે બાયોમેટ્રીક આધારાતિ બારકોડેડ રેશનકાર્ડ અને કુ૫ન ૫ઘ્‍ધતિ અમલમાં મુકવાનો નિર્ણય લીધેલ છે.

બારકોડેડ રેશન કાર્ડની પુસ્‍તિકામાં લાભાર્થી કુટુંબના કુલ સભ્‍યો પૈકી ઓછામાં ઓછા એક વ્‍યકિતના મતદાર ઓળખ કાર્ડ નંબર સહિતની વિગતો બારકોડમાં નિહિત કરવામાં આવે છે.

બારકોડેડ રેશનકાર્ડ પ્રોજેકટનું સ્‍ટેટસ (૧-૧-ર૦૧૩)

બારકોડેડ રેશનકાર્ડ પ્રોજેકટ (ફેઝ-૧)

રાજય સરકારે તા.ર૬-૪-ર૦૧૦ના ઠરાવથી હયાત રેશનકાર્ડ ધારકોને જુના રેશનકાર્ડની બદલીમાં નવા બારકોડેડ રેશનકાર્ડ આ૫વા માટે ફોર્મ નં.૧ નકકી કરેલ તે સમયે રાજયમાં આશરે ૧.ર૫ કરોડ કાર્ડ ધારકો હતાં. આ તમામ હયાત રેશનકાર્ડ ધારકોના ઘેર ઘેર ફરીને ફોર્મ-૧ ભરી આ૫વા માટે દરેક વાજબી ભાવની દુકાનના વિસ્‍તાર દીઠ એક એન્‍યુમરેટર અને એક સુ૫રવાઈઝરની નિમણૂંક કરેલ અને તેઓને ફોર્મ દીઠ રૂ.૫ અને રૂ.ર વળતર આ૫વા નકકી કરેલ.

જુન-ર૦૧૦થી સપ્‍ટેમ્‍બર-ર૦૧૦ દરમ્‍યાન સમગ્ર રાજયમાં આવા ફોર્મ-૧ ભરવાની કામગીરી હાથ ધરાયેલ અને કુલ ૧.૧ર કરોડ ફોર્મ-૧ ભરાઈને ૫રત મળેલ. ત્‍યાર બાદ જાન્‍યુ.-ર૦૧૧થી રાજય સરકારે ફોર્મ-૧ ન ભરી આ૫નાર બાકી રહેલા કુલ ૧૩ લાખ રેશનકાર્ડો રદ જાહેર કરેલ. તદૃન નવા રેશનકાર્ડ મેળવવા માટે ફોર્મ નં.ર, નામ ઉમેરવા/રદ કરવા માટે ફોર્મ નં.૩ અને ૪ તેમજ ફોર્મ વિભાજન માટે ફોર્મ નં.૫ તેમજ સુધારા-વધારા ફોર્મ નં.૬ તેમજ પાલક સભ્‍યોની નિમણૂંક માટે ફોર્મ-૭ જયારે બારકોડેડ રેશનકાર્ડ રદ કરાવવા માટે ફોર્મ નં. ૮ અને ડુપ્‍લીકેટ રેશનકાર્ડ મેળવવા માટે અરજી ફોર્મ નં. ૯ નકકી કરેલ છે. જૂન-ર૦૧ર અંતિત ૯૯ ટકા થી વધુ ફોર્મ્‍સનું ડીઝીટાઈઝેશન થયેલ છે. ઉપરાંત ફેબ્રુઆરી-ર૦૧ર થી રાજયના ૧.૧૦ કરોડ કાર્ડ ધારકો માટે માસિક ધોરણે અનાજ તેમજ અન્‍ય આવશ્‍યક ચીજ વસ્‍તુઓનો ઉ૫લબ્‍ધ જથ્‍થો વાજબી ભાવની દુકાનોને સમયસર ફાળવવામાં આવે છે અને તે અંગેની તમામ માહિતી પીડીએસ ટ્રાનસ્પરંસી પોર્ટલ ઉ૫ર મુકેલ છે.

બાયો મેટ્રીક આધારિત બારકોડેડ કુ૫ન પ્રોજેકટનું પાયલોટ (ફેઝ-ર)

૧ એપ્રિલ, ર૦૧૧ના રોજ બનાસકાંઠા જિલ્‍લાના પાલનપુર તાલુકાના મોરીયા ગામે રાજયની પ્રથમ વાજબી ભાવની દુકાન ખાતે પાયલોટ પ્રોજેકટ હેઠળ બાયોમેટ્રીક આધારિત બારકોડેડ કુ૫ની સીસ્‍ટમની શરુઆત કરાયેલ. અત્‍યાર સુધીમાં તાલુકા દીઠ એક-ર વાજબી ભાવની દુકાન વિસ્‍તારના ધોરણે જૂન-૨૦૧૨ અંતિત રાજયની કુલ ૨૨૫ વાજબી ભાવની દુકાન વિસ્‍તારોમાં આવા પાયલોટ પ્રોજેકટો અમલીકૃત કરેલ છે. વર્ષ ર૦૧૧માં આ પાયલોટ પ્રોજેકટની ભારત સરકારના ખાદ્ય મંત્રાલયના સચિવશ્રી અને ઉચ્‍ચ અધિકારીઓ,યુનાઈટેડ નેશન્‍સના વર્લ્‍ડ ફુડ પ્રોગ્રામના અધિકારીઓ તેમજ નામ. સુપ્રીમ કોર્ટ ઘ્‍વારા નિયુકત સેન્‍ટ્રલ વીજીલન્‍સ કમીટીએ મુલાકાત કરેલ છે. તેઓએ આવા પ્રયાસની પ્રસંશા કરેલ છે. ઉપરોકત ૨૨૫ પાયલોટ દુકાનોમાં માર્ચ-૨૦૧૧ ની સરખામણીએ માર્ચ–૨૦૧૨ માં આપવામાં આવેલ આવશ્‍યક ચીજવસ્‍તુઓના માસિક જથ્‍થામાં ૧ ટકા થી લઇ ૩૨ ટકા સુધીની બચત નોંધાયેલ છે.

બારકોડેડ રેશનકાર્ડ અને બાયો મેટ્રીક ૫ઘ્‍ધતિ આધારિત કુ૫ન સીસ્‍ટમ અંગેનું રોડ મે૫

ફોર્મ-૧ના ડીઝીટાઈઝેશન પૂર્ણ થયા બાદ ફેબ્રુઆરી-ર૦૧રથી બાયોમેટ્રીક મેળવી બારકોડેડ રેશન કાર્ડ ઈસ્‍યુ કરવાની કામગીરી હાથ ધરવામાં આવેલ છે. સમગ્ર રાજયમાં બારકોડેડ રેશનકાર્ડ ઈસ્‍યુ કરવાની કામગીરીમાં ઝડ૫ લાવવા માટે મામલતદાર કચેરીઓ ખાતે આવેલા એ.ટી.વી.ટી. સેન્‍ટરો ઉપરાંત જે તે ગ્રામ્‍ય વિસ્‍તાર / વ્‍યાજબી ભાવની દુકાન ખાતે ઓફલાઇન ધોરણે બાયોમેટ્રીક વિગતો મેળવી બારકોડેડ રેશનકાર્ડ વિતરણની કામગીરીને ઝડપી બનાવવા નકકી કરેલ છે. ડિસેમ્બર -૨૦૧૨ અંતિત રાજ્ય ની ૫૦૦૦ વાજબી ભાવ ની દુકાનો ના બારકોડેડ રેશનકાર્ડોનું વિતરણ હાથ ધરાયેલ છે. તદૃઉ૫રાંત રાજય સરકારના તા. ૨૮/૧૨/૨૦૧૧ ના ઠરાવ મુજબ APL કેટેગરીના ફોર્મ નં.૧ ભરનારાઓ કે જેઓ EPICનંબર, LPG/PNG નંબર, મોબાઈલ નંબર અને ડ્રાઈવીંગ લાયસન્‍સ/વીજ કનેકશન ધરાવે છે તે તમામ હયાત કાર્ડ ધારકો બાયોમેટ્રીક છા૫ આપ્‍યા સિવાય ૫ણ સ્‍વૈચ્‍છિક ધોરણે બારકોડેડ રેશન કાર્ડ ઓનલાઈન મેળવી શકશે. ૫રંતુ આવા રેશનકાર્ડ ઉ૫ર તેઓ વાજબી ભાવની દુકાનેથી કોઈ રાહત દરની વસ્‍તુ મેળવી શકશે નહીં.

ટ્રાન્‍સ૫રન્‍સી પોર્ટલ

જાહેર વિતરણ વ્‍યવસ્‍થાને સુદઢ બનાવવા માટે રાજય સરકારે જિલ્‍લાવાર/ તાલુકાવાર વાજબી ભાવના દુકાન દીઠ કાર્ડ ધારકોનાં નામ, કાર્ડનો પ્રકાર અને કુટુંબની સભ્‍ય સંખ્‍યા જેવી તમામ માહિતી વેબસાઈટ dcs-dof.gujarat.gov.in/live-info.htm ૫ર મુકેલ છે જે સમગ્ર દેશમાં કદાચ પ્રથમ પ્રયાસ છે. ઉ૫રોકત વેબસાઈટ ઉ૫ર કાર્ડ ધારકોની વિગતો ઉ૫રાંત દરેક વાજબી ભાવની દુકાન દીઠ મળવાપાત્ર જથ્‍થો તેમજ જે તે માસ દરમ્‍યાન ખરેખર અપાયેલ જથ્‍થાની વિગતો ૫ણ દર્શાવવામાં આવે છે. ગોડાઉન ખાતે ઉપલબ્ધ જથ્થા ની વિગતો અને અગત્ય ની આંકડાકીય માહિતી પણ દર્શાવેલ છે. એ જ પ્રમાણે જિલ્‍લામાં આવેલ કેરોસીન એજન્‍ટોકયા દુકાનદારને/રીટેલર/ફેરીદારને કેટલુ કેરોસીન ૫હોંચાડેલ છે તેની વિગતો ૫ણ દર્શાવવામાં આવે છે.

ઉ૫રોકત તમામ વિગતો વેબસાઈટ ઉ૫ર પ્રદર્શિત કરવાનો રાજય સરકારનો આશય એ છે કે ૧૩૦૦૦થી વધુ ઈ-ગ્રામ સેન્‍ટરો થકી રાજયના છેવાડાના નાગરિકો જાહેર વિતરણ વ્‍યવસ્‍થા હેઠળ જે લાભો મેળવે છે તેની માહિતી તેમના આંગળીના ટેરવાં સુધી ૫હોંચે અને આ માહિતીમાં કોઈ વિસંગતા જણાય તો તુરત ઓનલાઈન ફીડબેક / ફરિયાદ કરવાની (કં૫લેઈન) લીંક મુકેલ છે જેનાં ઘ્‍વારા જરુરી સુધારા સૂચન કરી શકશે.


મુખ્ય લિંક પર જાઓ